અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશનો અમૃત મહોત્સવ સમારોહ કર્ણાવતી ખાતે યોજાયો.જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્રીય સંઘચાલક જયંતીભાઈ ભાડેસીયા,રાષ્ટ્રીય સચિવ શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના અતુલભાઈ કોઠારી,ABVPના રાષ્ટ્રીય સંગઠનમંત્રી આશિષજી ચૌહાણ,સ્વાગત સમિતિના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી,સ્વાગત સમિતિના મંત્રી અશ્વિન ત્રિવેદી,ABVPના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.લક્ષ્મણભાઈ ભૂતડિયા,પ્રદેશમંત્રી કુ.યુતિબેન ગજરે વિશેષ ઉપસ્થિત રહ્યા.
ABVPના 75 વર્ષ પૂર્ણ થવા પર મુખ્ય અતિથિ અતુલભાઈ કોઠારીએ કહ્યુ આ ધ્યેયયાત્રાના પથિક આપણે છીએ જેણે રાષ્ટ્ર પુનઃનિર્માણનો માર્ગ લક્ષ્યમાં રાખ્યો છે.કાર્યક્રમના અતિથિ વિશેષ આશિષ ચૌહાણજીએ કહ્યુ ABVPમા વરિષ્ઠ પ્રાધ્યાપકોના સમુહના લીધે આજે અહીં બેઠેલા દરેક પૂર્વ સ્થાયી કાર્યકર્તાઓએ પોતાના જીવનમાં આવી રહેલા પરિવર્તનોને અનુભવ્યા છે.