રક્ષાબંધન પર્વમાં અંદાજે 200 થી 3૦૦ કરોડ રૂપિયાના મીઠાઈ અને ફરસાણા વેચવાની ગણતરી વેપારીઓ અંદાજી રહ્યા છે.રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીઓ અને મીઠાઈની વધુ ખરીદી થાય છે.રક્ષાબંધન પર્વમાં ભાઈનું મો મીઠું કરાવાની પરંપરા છે પણ તેના ફ્લેવર બદલાઈ ગયા છે.
રક્ષાબંધન પર્વમાં મો મીઠું કરાવવાની ભારતીય પરંપરા આજે પણ યથાવત છે પરંતુ મો મીઠું કરાવવાનું ફ્લેવર બદલાઈ ગયું છે.
પેંડાના સ્થાને હાલ અન્ય મીઠાઈએ લીધું છે. એમાં પણ બંગાળી મીઠાઈનો લોકોમાં ખૂબ ક્રેઝ છે. આ ઉપરાંત કસ્તુરી,કલાકંદ,રસમલાઈ,ચોકલેટ,કેસર,થાબડી,કાજુરોલ અને બદામપુરી મીઠાઈનું ચલણ વધ્યું છે.મીઠાઇ ચોકલેટની સાથે સાથે હવે વિદેશી ટ્રેન્ડ પણ વધ્યો છે.રક્ષાબંધનની ઉજવણીમાં અલગ-અલગ ફ્લેવર ધરાવતી કેકે મીઠાઈનું સ્થાન લીધું છે.
રક્ષાબંધનનું પર્વ આધુનિક બનતા તેમાં ડ્રાફુટ મીઠાઈનો ઉપાડ વધ્યો છે.હાલ આ પ્રકારની મીઠાઈઓ 300 થી 9૦૦ રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. આ ઉપરાંત છેલ્લા વર્ષોમાં ડાયાબીટીઝ અને હેલ્થ કોનસ્યસ લોકો પણ સુગર ફ્રી મીઠાઈ તરફ વળ્યાં છે.જેના લીધે તેનું પણ ચલણ વધ્યું છે. જેનો ભાવ પણ એક કિલોના રૂપિયા 1200૧ થી 25૦૦ ની આસપાસ રહે છે.
મીઠાઈઓનાં ભાવમાં 20 થી 30 ટકાનો વધારો નોંધાયો છે.દૂધ,ડ્રાયફુટ અને મીઠાઈ બનાવવાની સાધન સામગ્રીમાં ભાવ વધારો થતા મીઠાઈના ભાવમાં વધારો થયો છે.આમ રક્ષાબંધનનો પ્રાચીન પર્વ આધુનિક બનતા મોંધો પણ બની ગયો છે.
આ વખતે રક્ષાબંધનના પર્વની ભાઈઓ પર મોંધવારીની માર પડશે. આમ રક્ષાબંધન પર્વ પર મીઠાઈઓના ભાવમાં 25 ટકા જેટલો ભાવ વધારો થયો હોવા છતાં આ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરશે.