મહેસાણા જિલ્લા 84 ગામમાં વસવાટ કરતા સમાજના લોકો માટે ઠાકોર ક્ષત્રિય સમાજે ખૂબ જ સારી પહેલ કરીને કુરુવાજો પર આકરા નિર્ણય કર્યો છે.અને સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.મહેસાણાના 84 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે લગ્ન પ્રસંગે DJ વગાડવા,વરઘોડા કાઢવા પર પ્રતિબંધ મુકવા નિર્ણય કર્યો છે.તો સમાજ માટે કલંક રૂપ જુગાર રમવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજ કુરિવાજો અને બદીઓ દૂર કરવા એક થયા છે.અને સમાજના વિકાસ માટે કુરિવાજોને તિલાંજલી આપવા એક બંધારણ બનાવ્યું છે.જેમાં લગ્ન,મરણ કે અન્ય પ્રસંગો પાછળ થતા ખોટા ખર્ચા પર અંકુશ મૂકવા નિર્ણય કરાયો છે.સાથે જ સમાજના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે એક શૈક્ષણિક સંકુલ બનાવવાનો નિર્ણય કર્યો છે.
તો વળી કોઈપણ સામાજિક પ્રસંગે ઓઢામણા પ્રથા બંધ,રોકડથી વ્યવહાર કરવો તેમજ લગ્ન અને સામાજિક પ્રસંગોમાં ખેલાતાં જુગારની બદી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સહિતના નિયમો બનાવી આગામી સમયમાં તેના પાલન માટેના પ્રયાસો હાથ ધરાયા છે.મરણ પ્રસંગે ઘરધણી સિવાય બીજા કોઈએ સોળ લઈ જવી નહીં,અને મરણ પ્રસંગે ઘરધણી સિવાયનાએ માથે સાડી નાખવાની પ્રથા બંધ.તેના બદલે રોકડથી વ્યવહાર કરવો જેવા નિયમો પણ બનાવ્યા છે.