જમ્મુ કાશ્મીરના કઠુઆના કમકમાટી ભરી ઘટના સામે આવી છે.જેમાં ક્લાસમાં બ્લેક બોર્ડ પર વિદ્યાર્થી દ્વારા જય શ્રી રામ લખવા પર જમ્મુ કાશ્મીર સંભાગના કઠુઆ જિલ્લાના સ્કુલમાં પ્રિસિપાલ અને ટીચરે નારાજ થયા.આરોપ છે કે,ટીચર અને પ્રિન્સિપાલે બ્લેક બોર્ડ પર ધાર્મિક સૂત્ર લખતા વિદ્યાર્થીની માર માર્યો હતો.માર મારવાને લીધે વિદ્યાર્થીની હાલત ખરાબ થઇ ગઇ હતી.
આ મામલો વધુ ઉગ્ર બનતા ડેપ્યુટી કમિશનરે એક નોટિફિકેશન બહાર પાડીને ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે.આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.સાથે જ એક અહેવાલ અનુસાર શિક્ષક અને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કેસમાં શિક્ષક અને પ્રિન્સિપાલ પર IPC કલમ 323 એટલે સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી, 342 ખોટી રીતે કેદ કરવો, 504 એટલે ઇરાદાપૂર્વક અપમાન,506 ગુનાહિત ધાકધમકી અને કિશોર ન્યાયની કલમ 75 એટલે બાળક પ્રત્યે ક્રૂરતા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.બાળકને એટલી હદે માર મારવામાં આવ્યો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે.