મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાશે.નોંધનિય છે કે સામાન્ય રીતે તો બુધવારના રોજ રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાતી હોય છે,પરંતુ આવતી કાલે બુધવારે રક્ષાબંધનનું પર્વ હોવીથી આ વખતે મંગળવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે.આ બેઠકમાં રાજ્યના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા કરવામાં આવશે.તો વળી બેઠકમાં વરસાદ ખેંચાતા રાજ્યમાં પાણીની સમસ્યા,વીજળીની ઉપલબ્ધતા અંગે બેઠકમાં સમીક્ષા કરાશે.સાથે જ જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે,ત્યારે લોકમેળા યોજાય છે જેમા લોકોની ભારે ભીડ જામે છે.જેથી શાંતિ અને સલામતી વચ્ચે આયોજન અને સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી શકે છે.ઉપરાંત કેબિનેટ બેઠકમાં વિધાનસભાના આગામી ચોમાસું સત્ર અંગે ચર્ચા થશે.