ગીતિકા શ્રીવાસ્તવ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં ભારતના નવા ઈન્ચાર્જ હશે.2005 બેચની ભારતીય વિદેશ સેવા અધિકારી ગીતિકા શ્રીવાસ્તવ હાલમાં વિદેશ મંત્રાલયના ઈન્ડો-પેસિફિક વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કામ કરે છે.ગીતિકા સુરેશ કુમારનું સ્થાન લેશે જેઓ નવી દિલ્હી પરત ફરે તેવી શક્યતા છે.નોંધનિય છે કે ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવ્યા બાદ પાકિસ્તાને રાજદ્વારી સંબંધોનો દરજ્જો ઘટાડી દીધો હતો,ત્યારબાદ ઈસ્લામાબાદ અને દિલ્હીમાં પાકિસ્તાની અને ભારતીય હાઈ કમિશનનું નેતૃત્વ તેમના સંબંધિત ઈન્ચાર્જ દ્વારા કરવામાં આવી રહ્યું છે.