રાજ્યમાં તહેવારોની સિઝન શરૂ થાય છે ત્યારે ઘરમા અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે.તો વળી ઉપવાસ માટે ફરાળી વાનગીઓ પણ બનશે.તેવામાં મહિલાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.સમાચાર એ છે કે તેલના ભાવમા ઘટાડો થયો છે.શ્રાવણ માસ અને સાતમ-આઠમ સહિત વિવિધ તહેવારો પહેલા જ રાજ્યમાં કપાસિયા તેમજ સિંગતેલના ભાવ ઘટતા મહિલાઓને રાહત રહેશે.તેલના ભાવની વાત કરીએ તો સિંગતેલમાં ડબ્બે 10 રૂપિયા તો કપાસિયા તેલમાં ડબ્બે પાંચ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.જેથી હવે સિંગતેલના ડબ્બાનો ભાવ 3000થી ઉપરના ભાવ વાળો ડબ્બાનો ભાવ નિચે આવીને 2950 થી 3000 રૂપિયા વચ્ચે જોવા મળે છે. તેવી જ રીતે કપાસિયા તેલનોા ડબ્બાનો ભાવ રૂપિયા 1610 થી 1660 વચ્ચે જોવા મળે છે.