શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધનનુ પર્વ જેમા ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના દર્શન થાય છે.આ દિવસે બહેનો પોતાના ભાઈને કાંડે રાખડી બાંધીને તેની રક્ષા માટે પ્રાર્થના કરે છે.તો ભાઈ પણ રિટર્ન ગિફ્ટમાં બહેનના રક્ષણની જવાબદારી લે છે.
તો વળી ભાઈ બહેનને મન ગમતી ભેટ પણ આપે છે.આવુ પર્વ વર્ષમાં એક દિવસ આવે છે.જે આજે ઉજવાય છે.તો આ પૂર્ણિમાને નાળિયેરી પૂર્ણિમા પણ કહેવાય છે.તો બળેવ તરીકે પણ આ પર્વ ઉજવાય છે.આ પવિત્ર દિવસે ભૂદેવો પોતાની યજ્ઞપવિત એટલે કે જનોઈ બદલે છે.આમ અનેક ધાર્મિક પરંપરાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી થાય છે.આ તહેવારને લઈ અનેક ઈતિહાસ અને દંતકથાનક પણ જોડાયેલા છે.