ભારતે મોકલેલા ચંદ્રયાન-3 એ ચંદ્ર પર અવનવી શોધખોળ કરીને તેની તસવારો સાથે માહિતી આપી રહ્યુ છે.ત્યારે હવે રોવર પ્રજ્ઞાને જે શોધ કરી છે.તે ખૂબ જ મહત્વની છે
.ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રના પ્રથમ ઓન-સાઇટ માપથી પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહમાં સલ્ફરની હાજરીની પુષ્ટિ થઈ છે,એમ ઈસરોએ જણાવ્યું.ચંદ્રયાન-3 ના રોવર પ્રજ્ઞાન પર લેસર-પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપી LIBS સાધન દ્વારા બાહ્ય અવકાશમાં માપન કરવામાં આવ્યું હતું.એજન્સીએ જણાવ્યું હતું કે ઇન-સીટ માપે આ વિસ્તારમાં સલ્ફર હોવાની “સ્પષ્ટપણે” પુષ્ટિ કરી છે.ઓક્સિજન,કેલ્શિયમ અને આયર્ન હોવાનું જાણવા મળ્યુ છે અને હાઇડ્રોજનની શોધ ચાલી રહી છે.(Cr),અને ટાઇટેનિયમ (Ti) ની હાજરી જાહેર કરી છે.હજુ પણ વધુ માપનથી મેંગેનીઝ,સિલિકોન અને ઓક્સિજન હોવાનુ જાહેર થઈ શકે,” ISROએ જણાવ્યું હતું.લેસર-પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા ચંદ્રની સપાટીની મૂળભૂત રચનાનું માપન હાથ ધરવામાં આવ્યું હતું. તેણે સામગ્રીને બહાર કાઢીને વિશ્લેષણ કર્યું હતું.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISRO એ ચંદ્રયાન-3 મિશન સંબંધિત આપી .ભારતના મૂન મિશનએ ચંદ્ર પર ઓક્સિજન અને સલ્ફરની શોધ કરી .સ્પેસ એજન્સીએ જણાવ્યું ચંદ્રની સપાટી પર રોવર પ્રજ્ઞાન શોધ મિશન ચાલુ છે. ઈસરોએ ટ્વીટ કરી લખ્યું રોવર પ્રજ્ઞાને એક મોટી શોધ કરી છે.
ISROએ ‘X’ પર પોસ્ટ કરી કે, ‘રોવર પર લાગલું ઉપકરણ LIBS પ્રથમ વખત ઇન-સીટુ માપન દ્વારા દક્ષિણ ધ્રુવની નજીક ચંદ્રની સપાટીમાં કર્યુ છે.