સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.તેની સાથે એક અનોખી ખગોળીય ઘટનાં પણ આકાશમાં જોવા મળી હતી.જેમાં આ વર્ષનો અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળ્યો હતો.
જે “સુપર બ્લ્યૂ મૂન” તરીકે ઓળખાય છે.સુપર બ્લુ મૂન હોવા છતાં ચંદ્ર વાદળી ન હતો,પરંતુ નારંગી રંગનો જોવા મળ્યો હતો.30 ઓગસ્ટની રાત્રે આકાશમાં ચંદ્ર 7 ગણો મોટો અને વધુ ચમકીલો જોવા મળ્યો હતો.તે રોજ કરતા ધરતીથી વધુ 3,57,344 કિલોમીટર નજીક હતો. જેથી ચંદ્રનો બ્લ્યૂ નહીં,પરંતુ નારંગી રંગનો દેખાયો હતો.જોકે બ્લ્યૂ મૂન દેખાવો તે સામાન્ય વાત નથી.દર 10થી 20 વર્ષે બ્લ્યૂ સુપરમૂન જોવા મળે છે.નાસા અનુસાર હવે વર્ષ 2037માં આગામી બ્લ્યૂ સુપરમૂન જોવા મળશે.