2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે NDA ને પડકારવા માટે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A એટલે ‘ઈન્ડિયા’ની રચના કરવામાં આવી છે.વિપક્ષ દળો થકી બનેલા આ ગઠબંધનની અલગ અલગ રાજ્યોમાં બેઠક યોજોય છે.આજથી મુંબઈ ખાતે વધુ એક બેઠક યોજાવા જઈ રહી છે.
આ બે દિવસીય બેઠકમાં ગઠબંધનના સંયોજકનું નામ નક્કી કરવા ઉપરાંત સંકલન સમિતિની રચના થવાની શક્યતા જોવાઈ રહી છે.તો વળી 2024ની લોકસભા ચૂંટણી માટે શીટ શેરિંગ ફોર્મ્યુલા પરચર્ચા સંભવ છે.સાથે જ એક સંકલન સમિતિ અને ગઠબંધનના ‘લોગો’ની જાહેરાત પણ થઈ શકે છે.ઉપરાંત સંયુક્ત પ્રચાર રણનીતિ તથા તેમના સભ્યો વચ્ચેના મતભેદોને ઉકેલવા પર ચર્ચા કરશે .
મુંબઈની બેઠક પહેલા ગઠબંધને સ્પષ્ટ કર્યું હતું કે શિરોમણી અકાલી દળને સામેલ કરવામાં આવશે નહીં.કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો ઈન્ડિયા ગઠબંધનના ચેયરપર્સન પદ માટે મલ્લિકાર્જુન ખડગેનું નામ પ્રસ્તાવિત થઈ શકે.જ એક જ સંયોજક રાખવા પર સહમતિ થાય તો નીતિશ કુમાર અને મમતા વચ્ચે સ્પર્ધા થશે.વિપક્ષી એકતાની બેઠકમાં 28 પક્ષો ભાગ લેશે.બેઠકમાં મહાગઠબંધનના નેતા,સંયોજક અને સંકલન સમિતિ ઉપરાંત ‘એક સીટ એક ઉમેદવાર’ની ફોર્મ્યુલા હેઠળ પસંદ કરાયેલી 450 બેઠકો પર ચર્ચા થઈ શકે છે.ગઠબંધનના નેતા પદની રેસમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સૌથી આગળ હોવાનું કહેવાય છે.