Adani Group Stock Today: ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે. આ પછી આજે ગુરુવારે અદાણી ગ્રુપના શેરો ચર્ચામાં છે.
Adani Group Stock Today: ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે. આ પછી આજે ગુરુવારે અદાણી ગ્રુપના શેરો ચર્ચામાં છે. અદાણી ગૃપના તમામ શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ગ્રીન સોલ્યુશન્સ અને અદાણી વિલ્મરના શેર શરૂઆતના વેપારમાં BSE પર 4% કરતા વધુ તૂટ્યા હતા. જણાવી દઈએ કે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCRP) નામની વૈશ્વિક સંસ્થાએ અદાણી ગૃપ પર અનિયમિતતાનો આરોપ લગાવ્યા બાદ શેરમાં આ જોવા મળી રહ્યું છે.
શુ છે આરોપ
OCCRPના રિપોર્ટ અનુસાર, અદાણી ગૃપે ગુપ્ત રીતે પોતાના શેર ખરીદીને સ્ટોક એક્સચેન્જમાં લાખો ડોલરનું રોકાણ કર્યું હતું. અહેવાલમાં જણાવાયું છે કે પ્રમોટર પરિવાર સાથે સંકળાયેલા લોકોએ મોરેશિયસ સ્થિત “અનામી” રોકાણ ભંડોળ દ્વારા અદાણી ગૃપના શેર્સમાં લાખો ડોલરનું રોકાણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે OCCRPને અબજોપતિ જ્યોર્જ સોરોસ અને રોકફેલર બ્રધર્સ ફંડ જેવી સંસ્થાઓ પાસેથી ફંડિંગ મળે છે. જ્યોર્જ સોરોસ એ જ અબજોપતિ છે જે સમયાંતરે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરતા રહે છે.
કયા સ્ટોકમાં કેટલો ઘટાડો
અદાણી એન્ટરપ્રાઈઝ- શરૂઆતના વેપારમાં 4.3% ઘટીને રૂ. 2403.60 થયો હતો.
અદાણી પોર્ટ – અદાણી પોર્ટનો શેર 2.81% ઘટીને રૂ. 795.95 થયો હતો.
અદાણી પાવર – અદાણી પાવરનો શેર 4.58% ઘટીને રૂ. 313.35 થયો હતો.
અદાણી ગ્રીન એનર્જી – અદાણી ગ્રીન એનર્જીનો શેર 4.35% ઘટીને રૂ. 805.05 થયો હતો.
અદાણી ગ્રીન સોલ્યુશન – અદાણી ગ્રીન સોલ્યુશનનો શેર 4% ઘટીને રૂ. 626.40 થયો હતો.
અદાણી વિલ્મર – અદાણી વિલ્મરનો શેર 1.8% ઘટીને રૂ. 362 થયો હતો.