સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી વખતે મોટી ટિપ્પણી કરી કે,જ્યારે લગ્ન તૂટવાની અણી પર હોય અને તેને બચાવવાની કોઈ શક્યતા ન હોય તો પતિ-પત્નીને સાથે રાખવા એ ક્રૂરતા સમાન છે. છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.બેન્ચે જણાવ્યું કે,સતત કડવાશ,લાગણીઓમાં ક્ષતિ અને વધુ લાંબા સમય સુધી છૂટાછેડા તરફ દોરી જતા સંજોગોને ‘લગ્નના અવિભાજ્ય ભંગાણ’ના કેસ તરીકે ગણી શકાય.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે છૂટાછેડા માટે બંધારણની કલમ 142નો ઉપયોગ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.ખંડપીઠે કહ્યું કે,જ્યારે લગ્ન ન ભરી શકાય તેવું તૂટે છે ત્યારે એકમાત્ર ઉકેલ છૂટાછેડા છે.પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર વિચાર કરતી વખતે બેન્ચે કહ્યું હતું કે,આ લગ્ન ન ભરી શકાય તેવા ભંગાણનો ક્લાસિક કેસ છે.