કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર એક દેશ એક ચૂંટણી માટે આગળ વધી રહી છે.અને તેના માટે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામા એક કમિટિની રચના કરવામાં આવી છે.
આ કમિટિના અધ્યક્ષ અને પૂર્વ રાષ્ટ્રપતિ અન્ય સભ્યો સાથે મળી કાયદાકીય મુદ્દાઓ તપાસ કરશે અને રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને સુપ્રત કરશે અને આ રિપાર્ટના અધ્યયન અને અવલોકન બાદ કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય પર આવશે તેમ માનવામાં આવી રહ્યુ છે.ત્યારે કેન્દ્ર સરકારના આ પગલાને લઈ દેશના રાજકારણમાં હલચલ મચી છે.એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર માદી આ બાબતને આવશ્યક ગણાવી છે.તો વળી વિપક્ષના કેટલાક રાજકીય પક્ષો તેને બંધારણની વિરદ્ધ બતાવી રહ્યા છે.