કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે વડાપ્રધાન મોદી તરફથી અભિનંદન મળ્યા બાદ ભારતના ઉભરતા ચેસ હીરો આર પ્રજ્ઞાનંદને અભિનંદન પાઠવ્યા હતા.પ્રજ્ઞાનંદે અઝરબૈજાનના બાકુમાં આયોજિત FIDE ચેસ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ફાઇનલમાં તે વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન સામે હારી ગયો હતો.અનુરાગ ઠાકુરે કહ્યુ કે,“ચેસમાં હું પ્રજ્ઞાનંદને ગ્રાન્ડમાસ્ટર બનવા અને ચેસ વર્લ્ડ કપમાં સારો દેખાવ કરવા બદલ અભિનંદન આપવા માંગુ છું.ભારતમાં ચેસનું ટેલેન્ટ છે પરંતુ તેને વિકસાવવામાં ઘણા વર્ષો લાગ્યા.ભારતે ચેસ ઓલિમ્પિયાડ યોજ્યું.આ ભારતમાં આયોજિત મહાન ઓલિમ્પિયાડ્સમાંથી એક છે.બાળકના વિકાસમાં માતા-પિતાનો ફાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે.સરકાર તેમનું કામ કરશે પરંતુ ભારતીય ખેલાડીઓએ છેલ્લા કેટલાક મહિનામાં ખરેખર સારું પ્રદર્શન કર્યું છે.