દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આવતી કાલે 2 જી અને 3 જી સપ્ટેમ્બર દરમિયાન શ્રીલંકાના પ્રવાસ જવાનાછે.આ મુલાકાત દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને સંરક્ષણ પ્રધાન રાનિલ વિક્રમસિંઘે તેમજ વડાપ્રધાન દિનેશ ગુણવર્દને સાથે બેઠક કરશ તેમ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યુ છે.
મંત્રાલય અનુસાર આ બેઠકો દરમિયાન રાજનાથ સિંહ દ્વારા શ્રીલંકા સાથે ભારતના સંરક્ષણ સંબંધોની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે.તો વળી સંરક્ષણ પ્રધાન મધ્ય શ્રીલંકામાં નુવારા એલિયા અને દેશના પૂર્વ ભાગમાં ત્રિંકોમાલીની પણ મુલાકાત લેનાર છે.