ભારતના ચંદ્રયાન 3 ની સફળતાએ ચંદ્ર પર તિરંગો ધ્વજ લહેરાવીને પ્રશંસા મેળવ્યા બાદ હવે ISRO નુ નવુ લક્ષ્ય સૂર્ય છે. લાખો-કરોડો સેલ્સિયસની નજીક પહોંચવું ખૂબ મુશ્કેલ છે કે છતા પણ નવી આશા અને અપેક્ષા સાથે ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L-1 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.ગયા મહિને ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું અને તે સાથે જ ભારત દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો.
ISROના આ અદ્ભૂત પ્રદર્શન બાદ હવે આત્મવિશ્વાસ વધ્યો છે.અને ભારત હવે સૂર્ય માટે તેનું પ્રથમ મિશન આદિત્ય L-1 શરૂ કરવા માટની તૈયારીમાં છે. ભારત અને ISROને આદિત્ય L-1 Mission મિશનથી ઘણી આશા અને અપેક્ષાઓ છે.સતીશ ધવન સ્પેસ બેઝ પરથી આજે શનિવારે તેને લોન્ચ કરવામાં આવશે.તે ક્ષણની પણ આતૂરતાથી રાહ જોવાઈ રહી છે.
PSLV-C57 રોકેટ આદિત્ય L-1 ને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં છોડશે.આદિત્ય L-1 નું લોન્ચિંગ આજે 2 જી સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 11.50 કલાકે થશે.સૂર્ય અને પૃથ્વી વચ્ચે L-1 બિંદુ છે. તેને પ્રભામંડળ ભ્રમણકક્ષા તરીક ઓળખવામાં આને છે.Aditya L-1 ત્યાં સ્થાપિત થશે.જે આપણને સૂર્ય ઘણી બધી મહત્વની માહિતી પ્રદાન કરે એવી અપેક્ષા છે.જેમાં સૂર્ય વિશે ઘણા અજાણ્યા રહસ્યો બહાર આવશે.તમને સૂર્યના વિવિધ સ્તરો વિશે માહિતી મળશે.નોંધનિય છે કે Aditya L1 નું આયુષ્ય પાંચ વર્ષનું હશે.
Aditya L1 તે આટલા વર્ષો સુધી સૂર્યની આસપાસ ફરતું રહેશે.સોલાર સ્ટોર્મ,સોલાર કોરોના અને અન્ય ઘટનાઓ વિશે માહિતી મેળવશે.ચંદ્રયાન-3ની જેમ આદિત્ય પૃથ્વીની પરિક્રમા કરનાર પ્રથમ મિશન હશે.થોડા રાઉન્ડ કર્યા પછી તે 1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપીને L-1 પોઇન્ટ પર પહોંચશે.આ બિંદુની પરિક્રમા કરીને Aditya L1 સૂર્યના બાહ્ય પડ વિશે માહિતી આપશે.
ISRO એ દરેક મિશનમાં નવા રેકોર્ડ બનાવ્યા છે.અન્ય દેશોની સરખામણીએ ભારતે ઓછા બજેટમાં સૌર મિશનનું આયોજન કર્યું છે.Aditya L1 Mission નો ખર્ચ 400 કરોડ રૂપિયા છે.NASA એ સૂર્ય મિશન પર 12,300 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.આ પ્રકારે ISRO વિશ્વમાં ફરી એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે.
આદિત્ય-L1ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતિશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવશે.
હાલ મિશન આદિત્ય L1 લોન્ચ થવાને ઘડીઓ ગણાઈ રહી છે.ત્યારે ભારતના આ મિશન પર સૌની નજર છે.સૌ કોઈ તેની સફળતા માટે હોમ હવન-પૂજા-અર્ચના-પ્રાર્થના અને દુઆ કરી રહ્યા છે. ઈસરોના વૈજ્ઞાનિકોને પણ ચંદ્રયાન-3ની જેમ આ મિશન સફળ થવાની આશા છે.ત્યારે હવે આ મિશન અંતરિક્ષના કેવા રાઝ ખોલે છે તેના રાહ જોવી જ રહી.