ચંદ્રયાન-3 ની સફળતા બાદ આજે ISRO એ સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય L1 લૉન્ચ કર્યુ.ભારતીય અવકાશ એજન્સી ISRO આજે સવારે 11.50 વાગ્યે આદિત્ય L-1 સેટેલાઇટ લોન્ચ કર્યું જે સફળતા પૂર્વક મિશન માટે આગળ વધતા વૈજ્ઞાનિકો ખુશીથી ઝૂમી ઉઠયા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભારતના પ્રથમ સૌર મિશન AdityaL1 ના સફળ લોન્ચિંગને ગાંધીનગર ખાતેથી નિહાળ્યું હતું.મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ અને ISROના વૈજ્ઞાનિકોના અભૂતપૂર્વ કૌશલ્ય થકી દેશને મળેલ ઐતિહાસિક સિદ્ધિના સાક્ષી બનવાના અવસરને ગૌરવપૂર્ણ ગણાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર લખ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચંદ્રયાન-3 ની સફળતા બાદ ભારતનું પ્રથમ સૌર મિશન Aditya L1Mission કરશે સૂર્યના અકળ રહસ્યોને ઉજાગર.અવકાશી સિદ્ધિનું વધુ એક સીમાચિહ્ન પ્રસ્થાપિત કરવા બદલ @ISRO ના વૈજ્ઞાનિકોને અભિનંદન સહ શુભેચ્છાઓ..!