ભારતીય અવકાશ એજન્સી ISRO આજે સવારે 11.50 વાગ્યે આદિત્ય L-1 સેટેલાઇટ લોન્ચ કર્યું જે સફળતા પૂર્વક મિશન માટે આગળ વધતા વૈજ્ઞાનિકો ખુશીથી ઝૂમી ઉઠયા હતા.
આદિત્ય એલ-1ના સફળ પ્રક્ષેપણ પર પ્રોજેક્ટ ડિરેક્ટર નિગાર શાજીએ આ પ્રસંગે પોતાની પ્રસંન્નતા વ્યકત કરતા કહ્યુ કે હું અત્યંત ખુશ છું કે આદિત્ય એલ-1ને પીએસએલવી દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. આદિત્ય એલ-1 એ તેની 125 દિવસની લાંબી સફર શરૂ કરી છે. આ મિશનને શક્ય બનાવવા માટે હું આખી ટીમનો આભાર માનું છું