આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ પછી ઈસરોના ચીફ એસ.સોમનાથે વધુ એક સારા સમાચાર કહ્યા.તેમણે કહ્યું કે પ્રજ્ઞાન રોવર અત્યાર સુધીમાં ચંદ્ર પર 100 મીટર આગળ વધી ચૂક્યું છે.અગાઉ રોવરે વિક્રમ લેન્ડરનો અદભૂત ફોટો લીધો હતો.તેની સામેના ખાડાથી બચવા તેણે પોતાનો રૂટ પણ બદલી નાખ્યો હતો.
રોવરનું લક્ષ્ય એક ચંદ્ર દિવસ પૂરો થાય તે પહેલા 500 મીટરની મુસાફરી કરવાનું હતું.તે સતત એક સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધી રહ્યો છે.ઈસરોએ ચંદ્રયાન-3 મિશનનો લેટેસ્ટ ફોટો પણ શેર કર્યો છે.આમાં પ્રજ્ઞાનનું મૂનવોક સ્પષ્ટ દેખાય છે.ચંદ્ર પર સૂર્યાસ્ત થતાંની સાથે જ રાત્રિ શરૂ થશે,પ્રજ્ઞાન અને વિક્રમ નિષ્ક્રિય થઈ જશે.વાસ્તવમાં,તેમના પર સોલર પેનલ્સ લગાવવામાં આવી છે અને તેઓ માત્ર સૂર્યપ્રકાશથી જ ઉર્જા ઉત્પન્ન કરે છે.જ્યારે સૂર્ય અસ્ત થાય છે,ત્યારે ચંદ્રનું તાપમાન -203 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે.વિક્રમ અને પ્રજ્ઞાન આ તાપમાનમાં કામ કરી શકતા નથી.