લાંબા સમય રાહ જોયા બાદ હવે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયુ છે.રાજ્ય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.હવામાન વિભાગ મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમા આગામી 8,9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરને કારણે હવામાન વિભાગે આ આગાહી કરી છે કે આગામી 7 સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે.જેમાં સુરત,વલસાડ,ભરૂચ,છોટાઉદેપુર એમ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર આગામી 6 સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ સક્રિય થશે અને 12 સપ્ટેમ્હર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે.આ પ્રકારે વરસાદની રાહ જોતા ધરતીપુત્રો માટે સારા સમાચાર આવી રહ્યા છે.