ચંદ્રયાન-3 હાલ સફળતાના શિખેરો સર કરી રહ્યુ છે.તેવામાં ISRO પાસે વિક્રમ લેન્ડરનો એક મહત્વનો વીડિયો આવ્યો છે.જેમાં વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર છલાંગ લગાવી છે.આ પોતાનામાં એક મોટા સમાચાર છે.
તે પોતાની જગ્યાએથી કૂદી ગયો અને 30-40 સેમી દૂર ગયો.તેણે હવામાં 40 સેમીની ઊંચાઈ સુધી કૂદકો માર્યો.વિક્રમનો આ કૂદકો ભવિષ્યના નમૂના પરત મિશનમાં ઈસરોને મદદ કરશે.ચંદ્રયાન-3 તે તેના લક્ષ્ય કરતાં વધુ સારી રીતે કામ કરી રહી છે.
એક તરફ પ્રજ્ઞાન રોવર રાત્રીના કરાણે આરમ પર છે.તે જ સમયે, વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર કૂદકો મારી રહ્યો છે.ઈસરોએ ટ્વીટ કરીને કહ્યું છે કે વિક્રમે ફરીથી સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.વિક્રમ લેન્ડરે તેના મિશન ઉદ્દેશ્ય કરતાં વધુ સિદ્ધ કર્યું છે.તેણે કૂદવાનો પ્રયોગ પૂરો કર્યો છે.
કમાન આપ્યા પછી વિક્રમના એન્જિન ચાલુ થઈ ગયા.આ પછી તે હવામાં 40 સેન્ટિમીટર ઉપર ગયો હતો.હાલમાં વિક્રમ લેન્ડરના તમામ પાર્ટ્સ અને ઈન્સ્ટ્રુમેન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. આ જમ્પ પહેલા, વિક્રમ લેન્ડરના રેમ્પ,ચેસ્ટ અને ઇલ્સા પેલોડ્સ બંધ કરવામાં આવ્યા હતા. સોફ્ટ લેન્ડિંગ બાદ તેને ફરીથી ખોલવામાં આવ્યું છે. આ પહેલા ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર એવી જગ્યા પર લાવીને સ્લીપ મોડમાં મુકવામાં આવ્યું છે,જ્યાં સૂર્ય ફરી ઉગે ત્યારે તેને સૌર ઉર્જા મળશે, પછી તે ફરી સક્રિય થઈ જશે.