નાણાકીય વર્ષ 2023-24 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તીવ્ર વૃદ્ધિ પછી વૈશ્વિક રોકાણ બેંક મોર્ગન સ્ટેનલીએ સમગ્ર નાણાકીય વર્ષ માટે ભારતનો વિકાસ દર વધાર્યો છે.મોર્ગન સ્ટેનલીએ હવે સમગ્ર નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.અગાઉ મોર્ગન સ્ટેનલીએ કહ્યું હતું કે વિકાસ દર 6.2 ટકા રહેશે.ઇન્વેસ્ટમેન્ટ બેન્કે જણાવ્યું હતું કે મજબૂત સ્થાનિક માંગને કારણે વૃદ્ધિ દરના અંદાજમાં સુધારો કરવામાં આવ્યો છે.એપ્રિલ-જૂન 2023માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો છે,જે મોર્ગન સ્ટેન્લીના 7.4 ટકાના અંદાજ કરતા વધારે છે.