બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિસરમા પ્રસ્થાપિત વિશાળ હનુમાન પ્રતિમાંની નિચે ભીંતચિત્રોને લઈને છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલતો હતો.જેને લઈ સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે સંઘર્ષ પેદા થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.અને બંને તરફે બેફામ નિવેદન બાજી ચાલી હતી.
જોકે તે દરમિયાન વાત વણશે તે પહેલા આ મામલે રાજ્ય સરકારે મધ્યસ્થિ કરી હતી.ગતરોજ સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે બેઠક કરી હતીજે બાદ સમાધાન થવા પામ્યુ હતુ.અને સ્વામિનારાયણ સંતોએ સરકારને ખાતરી આપી હતી કે સૂર્યોદય પહેલા વિવાદિત ભીંતચિત્રો હટી જશે અને તે મુજબ આજે સવાર સુધીમાં પોલીસ બંદાબસ્ત વચ્ચે તમામ વિવાદિત ભીંતચિત્રો રાતોરાત હટાવી દેવાયા હતા.આમ આ મામલો હાલ તો શાંત થયો છે અને તે યથાવત રહે તેવી આશા છે.