જાણીતા સંતવાણી અને ભજનીક લક્ષ્મણ બારોટ શિવ ચરણ પામ્યા છે.લક્ષ્મણ બારોટ એક ગૌરવવંતા ગુજરાતી ગાયક અને સંતવાણી તેમજ ભજનીક હતા.તેમણે ભજન અને સંતવાણીની સાચી ઓળખ આપી હતી તેમનુ આજે આવસાન થયુ છે ત્યારો કહી શકાય કે ભજનનો એક સૂર શિવમાં ભળી ગયો.તેઓ શિવ ચરણ પામ્યા છે ત્યારે તેમના આંતિમ સંસ્કાર કચ્છ ખાતેના આશ્રમમા કરવામાં આવશે.લક્ષ્મણ બારોટ લક્ષ્મણ બાપુ તરીકે પણ જાણીતા હતા.તેમના શિવજીના ભાજનો ખૂબ જ જાણીતા હતા.અને તે સાંભળવા એક લ્હોવો હતો.ભરૂચ જિલ્લાના ઝઘડિયાના કૃષ્ણપુરી ગામ સ્થિત આશ્રમમા અને ગામમા ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો.આ આશ્રમ ‘મોગલધામ’ શક્તિ ભજન પીઠાશ્રમના નામથી ઓળખાતો જે આદિવાસી વિસ્તારમાં લક્ષ્મણ બારોટે બનાવ્યો હતો જ્યા ડાયરા અને ભજનના કાર્યક્રમો યોજવામાં આવતા હતા.