ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે.દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ શરૂ થયો છે.આજે વહેલી સવારથી નવસારી,ડાંગ,ગોધરા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ,ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે