કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં જબલપુર એરપોર્ટ પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતુ.ત્યા એક સભાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળ,જંગલ,જમીનને સુરક્ષા,સન્માન અને સર્વસમાવેશક વિકાસ સાથે જોડીને આદિવાસી કલ્યાણ માટે કામ કર્યું.
ભાજપના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આદિજાતિ મંત્રાલય બનાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ફરીથી 23 જાતિઓને આદિજાતિની સૂચિમાં જથ્થાને કારણે છોડી દીધી હતી અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરીને દેશભરના આદિવાસીઓને સન્માનિત કર્યા છે.તો મળી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નામ લિધા વિના જ સાંકેતીક ભાષામાં કમલનાથને ભ્રષ્ટાચારી ગણાવતા કહ્યુ કે ભ્રષ્ટાચારનાથે 51 થી વધુ ગરીબ કલ્યાણ યોજનાઓ બંધ કરી દીધી હતી.મુખ્યમંત્રી કાર્યાલય પૈસા વસૂલવા માટેનું કાર્યાલય બની ગયું હતું.કોંગ્રેસ વર્કિંગ કમિટી ભ્રષ્ટાચાર વર્કિંગ કમિટી બની ગઈ હતી અને 800 થી વધુ ટ્રાન્સફર થઈ હતી.