વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7મી સપ્ટેમ્બરે 20મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 18મી ઈસ્ટ એશિયા સમિટ માટે જકાર્તાની મુલાકાત લેશે..G20 સમિટ ટૂંક સમયમાં યોજાવાની છે તેથી તે ટૂંકી મુલાકાત હશે.
વડાપ્રધાન મોદી 6-7 સપ્ટેમ્બરે જાકાર્તામાં આસિયાન ભારત શિખર સંમેલન અને ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે.આજે 7 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન જાકાર્તા જશે.આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર વાત કરી શકે છે.જેમાં દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે લાંબા ગાળાનો એજન્ડા તૈયાર કરવાનો,ભારત અને આસિયાન વચ્ચેના વર્તમાન વેપાર કરારમાં સુધારો કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવી તેમજ ચીન દ્વારા જાહેર કરાયેલા નવા નકશા અંગે આસિયાન દેશો સાથે વાત કરવા જેવા મુદ્દા સામેલ હોઈ શકે છે.