રાજ્યમાં લાંબા સમયથી મેઘરાજાએ જાણે કે રીસામણા કર્યા છે.અને ઘણા સમયથી વરસાદના વાવળ નથી.ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.હવામાન વિભાગ અનુસાર કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.તો 8 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની પણ આગાહી છે.તો વળી ઉત્તર ગુજરાતમાં આવતી કાલે 7 સપ્ટેમ્બરથી વરસાદની ગતિ વધશે તેવી પણ વકી છે.સાથે જ 8 સપ્ટેમ્બરના રોજ અમદાવામાં પણ વરસાદ થઈ શકે છે.આમ લાંબા સમયથી રાહ જોતા ધરતીપુત્રો માટે નવી આશા બંધાઈ છે.કારણ કે ચોમાસુ પાક વરસાદ વિના મુરઝાઈ રહ્યો છે.