પવિત્ર શ્રવાણ માસ હવે અંતિમ તબક્કામાં છે અને શુક્લ પક્ષ વિત્યા બાદ હાલ કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે.તેમાં પણ રાંધણ છઠ્ઠ બાદ આજે શિતળા સાતમ છે અને આ તહાવારો ગોકુળ આઠમ એટલે જન્માષ્ટની ઉત્વવના હોય છે તેથી તેનું અનોખુ મહત્વ હોય છે.
તેમાં પણ શિતળા સાતમ ખાસ કરીને ગુજરાતની બહેનો માટે વિશેષ દિવસ છે.આ દિવસે ઠંડુ ભોજન આરોગવાની પરંપરા છે.ત્યારે મહિલાઓ આગળના દિવસે એટલે કે છઠ્ઠના દિવસે બપોર બાદ રસોઈ બનાવી લે છે અને તેથી આ દિવસને પણ રાંધણ છઠ્ઠ તરીકે આળખવામાં આવે છે.અને તે ભોજન શિતળા સાતમના દિવસે જમવાનું હોય છે.ત્યારે બીજા દિવસે જમવામાં અનૂકૂળ આવે તેવુ ભાજન બનાવે છે કે જેથી તે ખરાબ ના થઈ જાય અને તેથી જ શિતળા સાતમે રસોઈ કાર્યથી મુક્તિ મળે છે.
શિતળા સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સહિત તમામ મહિલાઓ પોતાના સંતાનોને રોગ-દોષથી કરવાની વિનંતી સાથે વ્રત કરે છે.ઠંડુ ભોજન અને ઠંડા પાણીથી જ સ્નાન વગેરેની પણ પરંપરા છે તો શિતળા માતાજીની પૂજા-અર્ચાના કરી તેમની વાર્તા સાંભળે છે.
આમ જન્માષ્ટમીના એક દિવસ પહેલા આવતા શિતળા સાતમની વ્રત અને નિયમ પાલનનુ મહિલાઓ ખૂબ જ હોંશભેર કરે છે.અને આ દિવસથી જ જાણે કે આઠમની શરૂઆત થઈ જાય છે.