ભારતનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક પડકારો માટે સર્વ સમાવેશક અને સુરક્ષિત ઉકેલ પ્રદાન કરનારું છે.ભારત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે DPI વિકસાવવામાં G-20 જૂથની સાથે વિશ્વના અન્ય ઘણા દેશોને મદદ કરશે.ભારતે આ તમામ દેશોને તે માટેની ઓફર કરી છે અને ઘણા દેશોએ તેનો સ્વીકાર પણ કર્યો છે.જેમા આર્મેનિયા,સિએરા લિયોન,સુરીનામ,એન્ટિગુઆ,બાર્બાડોસ,ત્રિનિદાદ અને ટોબેગો,પાપુઆ ન્યુ ગિની અને મોરેશિયસ જેવા દેશોએ ડીપીઆઈના વિકાસ માટે ભારત સાથે કરારો પણ કર્યા છે.કેન્દ્રિય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ જાણકારી આપી હતી.