કૃષ્ણ જન્માષ્ટમી,જે ભગવાન કૃષ્ણના જન્મને ચિહ્નિત કરે છે,સમગ્ર ભારતમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે,જેમનો જન્મ ઉત્તર પ્રદેશના મથુરામાં થયો હતો.
‘ શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના 701 શ્લોકોમાં અર્જુનને પ્રખ્યાત શ્રી કૃષ્ણની સલાહ માનવો માટે જ્ઞાનનો સ્ત્રોત છે.તેમના 125 વર્ષના જીવનમાં,શ્રી કૃષ્ણે માનવજાતની સામૂહિક ચેતના પર અવિસ્મરણીય છાપ પાડી.તેમણે વિશ્વને ધર્મ વિશે શિક્ષિત કર્યું.શ્રી કૃષ્ણનું જીવન શ્રીમદ ભાગવત,ગર્ગ સંહિતા,વિષ્ણુ પુરાણ,મહાભારત અને અન્ય કેટલાક પુરાણો દ્વારા જાણી શકાય છે.
શ્રી કૃષ્ણ જન્મનો મુખ્ય ઉદ્દેશ્ય ધરતી પર વધેલા પાપ,દુરાચાર વગેરેથી પૃથ્વી પર ભાર વધે,સાધુ-સંતો અને સજ્જન લોકોને દુરાચારીઓ દ્વારા સંતાપ આપવમાં આવે અને ધર્મને હાનિ થતી હોય ત્યારે ભગવાન ખુદ ધરતી પર જન્મ લઈ પાપી-દુરાચારીઓનો નાશ કરી ફરી ધર્મની સ્થાપના કરે છે.અને ભગવાનને આ વચન આપેલુ છે.ભગવાનને સમસ્ત માનવ જાતને જે વચન આપ્યુ છે.કૃષ્ણાવતાર તેમજ રામાવતારમાં જોવા મળે છે.
કૃષ્ણાવતારમાં ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના રણમેદાન વચ્ચે અર્જુનને ઉપદેશ આપતા કહ્યુ હતુ કે….
“યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત,અબ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનમ શૃજામ્યહમ,
પરિર્ત્રાણાય સાધુનામ વિશાય ચ દુશ્કૃતામ,ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે”
તો રામાવતારમાં પણ ભગવાન રામચંદ્રજીએ આ પ્રકારનું જ વચન આપેલુ છે.તેમણે સાધુ-સંતોને ઉદ્દેશીને વનવાસ દરમિયાન કહ્યુ હતુ કે…”જબ જબ હોઈ ધરમ કે હાનિ,બાઢિ અસુર અધમ અભિમાની.”