આ સપ્તાહના અંતમાં નવી દિલ્હીમાં G20 સમિટ પહેલા મોદીએ કહ્યું,”છેલ્લા નવ વર્ષોમાં, અમે આપણા દેશમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસનો અભિગમ અપનાવ્યો છે.” તેમણે કહ્યું, “તેનાથી દેશને પ્રગતિ માટે એકસાથે લાવવા અને વિકાસના ફળોને છેલ્લા માઈલ સુધી પહોંચાડવામાં ઘણો ફાયદો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચેનલને આપેલા એક ખાસ ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે G-20 માટે ભારતે એક વિશેષ એજન્ડાનુ સાર્વભૌમિક સ્વરૂપે સ્વાગત કર્યુ છે.કારણ કે દુનિયા જાણે છે કે દેશ વૈશ્વિક મુદ્દા પર સમાધાન શોધવામાં મદદ કરવા માટે પોતે સક્રિય અને સકારાત્મક દ્રષ્ટિકોણ લાવશે.
આ સપ્તાહના અંતે આખરે નવી દિલ્હીમાં G-20 શિખર સંમેલન રહેલા વડાપ્રધાન મોદીએ કહ્યુ છેલ્લા 9 વર્ષમાં ભારત દેશમાં સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસનો મંત્ર અપનાવ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ ભારતનો વિકાસ ખૂબ જ સ્વસ્છ અને હરિયાળો વિકાસ છે.
ભારતનો આ વિકાસ માનવ કેન્દ્રિત દ્રષ્ટિકોણ સાથે હાંસલ કરેલો વિકાસ છે.તે અન્ય દેશોમાં પણ દોહરાવી શકાય છે.ભારતની આ આગેકૂચ વૈશ્વિક દક્ષિણના હિતોને પણ આગળ વધારવામાં સદદ કરે છે.
ભલે 2024મા વૈશ્વિક વિકાસ ધીમો હોવાના શકયતા છે.
પરંતુ IMF અને રેટિગ એજન્સિ ઈન્વેસ્ટર સર્વિસ જેવા આંતરરાષ્ટ્રીય સંસ્થાન ભારતને વિશ્વ અર્થવ્યવસ્થામાં એક ઉચ્ચ કોટીનું માને છે.