વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન,વેપાર અને આર્થિક જોડાણ જેવા ક્ષેત્રોમાં ભારત-આસિયાન સહયોગને મજબૂત કરવા માટે 12-પોઇન્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આયોજિત 20મી આસિયાન-ભારત સમિટ યોજાઈ જેમાં નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો.ASEAN ના મહાસચિવ એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ ડૉ.કાઓ કિમ હર્ને પણ સમિટમાં ભાગ લીધો હતો.સમિટમાં બે સંયુક્ત નિવેદનમા બે ઠરાવ કરવામાં આવ્યા જેમાં એક ઠરાવ દરિયાઈ સહયોગ અને બીજો ખાદ્ય સુરક્ષા પર પસાર કરવામાં આવ્યો હતો એમ વિદેશ મંત્રાલય MEA એ એક પ્રકાશનમાં જણાવ્યું હતું.