દેશ અને દુનિયામાં હવે છાશવારે ભૂકંપના આંચકા આવી રહ્યા છે.તો ગુજરાતમાં પણ ક્ચ્છ સહિતના વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપના ઝટકા આવતા રહ્યા છે.જેમાં આજે વહેલી સવારે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.આજે વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરતી ધ્રુજી હતી. મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લામાં વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.જોકે સદ નસીબે જાનહાનિના સમાચાર નથી. વહેલી સવારે 4.12 વાગ્યે ભાવનગર જિલ્લાના ઘોઘા,તળાજા,પાલીતાણા,સિહોરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારે અનુભવાયેલ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયું છે.