લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે.જેને લઈ રાજ્યના વિવિધ વિસ્તારોમો વરસાદ પડ્યો હતો.આંકડાકીય માહિતી જોઈએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો.જેમાં સૌથી વધુ વઘઈમાં સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.તો સુરતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.સુરતના ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ પડ્યો,સાથે જ મહુવા,બારડોલી,પલસાણા,માંડવીમાં વરસાદી માહોલ જોવા મળ્યો.ધોધમાર વરસાદ બાદ લોકોએ ગરમીથી રાહત મેળવા હતી.આ તરફ વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની છવાઈ કારણકે મુરઝાતા કૃષિ પાકોને નવ જીવન મળ્યુ છે.