ગુજરાતમાં વરસાદના અમીછાંટણા વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ. જેમાં ગુરુવારે મધરાત્રે સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં કૃષ્ણ જન્મની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી.રાજ્યના તમામ મંદિરોમાં જન્માષ્ટમીને લઈ ભક્તોની ભીડ સતત રહી.રાત્રે 12 કલાકે જય કનૈયા લાલ કીના જયઘોષ સાથે ભગવાન કૃષ્ણને વધાવી લેવામાં આવ્યા.