આજથી દેશની રાજધાની નવી દિલ્હી ખાતે G-20 સમિટ શરૂ થઈ રહી છે.પ્રગતિ મેદાનમાં ભારત મંડપ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે.તેમા ભાગ લેવા G-20 સભ્યદેશોના રાષ્ટ્રપ્રમુખ ભારત આવી પહોંચ્યા છે.
વસુદૈવ કુટુંબકમના સૂત્ર સાથે ભારતના યજમાન પદે આ બેઠકનુ પ્રથમ સત્ર વન અર્થ પર યોજાનાર છે.ત્યારે રાજધાનીમાં અભેદ સુરક્ષ વ્યવસ્થા ગોઠવાઈ છે જાણે કે દિલ્હી કિલ્લેબંધીમાં ફેરવાઈ.
આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રગતિ મેદાન ખાતે બેઠક માટે પહોંચ્યા હતા.તેઓ મહેમાનોને આવકાર આપી સન્માન કરશે.આ બેઠકમા G-20 સભ્ય દેશો તમામ પાસાઓ પર વિચાર વિમસર્શ કરી G-20 ને આગળ ધપાવવા મહત્વના નિર્ણયો પણ કરશે જેમાં સુરક્ષા,વ્પાપાર અને સહકાર મુખ્ય હશે.