તુર્કી બાદ હવે ઉત્તર આફ્રિકન દેશ મોરોક્કોમાં ભૂકંપે ભારે તબાહી મચાવી છે.ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 296 લોકોએ જીવ ગુમાવ્યા છે.ભૂકંપના કારણે થયેલા વિનાશને જોતા હજુ પણ મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા માટે મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આફ્રિકન દેશ મોરોક્કોમાં વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે.અહીં ધરતીમાં આવેલા આંચકા બાદ ઘણી ઇમારતો ધરાશાયી થવા પામી હતી જેના કારણે 296 લોકોના મોત થયા હતા.ભૂકંપની તીવ્રતા 6.8 હોવાનું કહેવાય છે.બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.મૃત્યુઆંક હજુ વધી શકે છે.ભૂકંપનું કેન્દ્ર મોરોક્કોના મારકેશ શહેરથી લગભગ 70 કિમી દૂર હતું.
ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર મરાકેશથી લગભગ 350 કિલોમીટર દૂર રાજધાની રાબાતમાં પણ અનુભવાઈ હતી
ભારતીય સમય અનુસાર સવારે 3.41 વાગ્યે અહીં ભૂકંપ આવ્યો હતો.યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર,ઉત્તર આફ્રિકામાં 120 વર્ષમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.USGS એ જણાવ્યું કે વર્ષ 1900 થી આ વિસ્તારના 500 કિમી વિસ્તારમાં M6 અથવા તેનાથી મોટો કોઈ ભૂકંપ આવ્યો નથી.
અહીં M-5 સ્તરના માત્ર 9 ભૂકંપ નોંધાયા છે.
મરાકેશના શહેરના રહેવાસી બ્રાહિમ હિમ્મીએ એજન્સીને જણાવ્યું કે ભૂકંપને કારણે ઘણી જૂની ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને એમ્બ્યુલન્સ જૂના શહેરથી બહાર નીકળ્યા પછી તેણે એમ્બ્યુલન્સ જોઈ. તેમણે કહ્યું કે લોકો ડરી ગયા છે અને બીજા ભૂકંપના ડરથી ઘરની બહાર નીકળી ગયા છે. સોશિયલ મીડિયા પર ભૂકંપ સાથે જોડાયેલા ચોંકાવનારા ફોટા અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે.