ભારતમાં G 20 સમિટ 2023ની બેઠક યોજાઈ છે.આજે પ્રથમ સત્રમાં વન અર્થ પર પ્રઝમ સત્ર યોજાયુ છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તમામ નેતાઓના સ્વાગત હેન્ડશેક ઓડિશાથી કોણાર્ક વ્હીલનું પ્રદર્શન કરશે.
આ ચક્રના ઈતિહાસ અને મહાત્મયના વાત કરીએ તો તેનું ઘણુ મહત્વ રહેલુ છે.
કોણાર્ક વ્હીલ 13મી સદી દરમિયાન રાજા નરસિંહદેવ-1 ના શાસનમાં બનાવવામાં આવ્યું હતું.24 સ્પોક્સ સાથેનું વ્હીલ ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ સ્વીકારવામાં આવ્યું છે અને તે ભારતની પ્રાચીન શાણપણ,અદ્યતન સંસ્કૃતિ અને સ્થાપત્ય શ્રેષ્ઠતાને મૂર્તિમંત કરે છે.
કોણાર્ક ચક્રની ફરતી ગતિ,સમય,કાલચક્ર તેમજ પ્રગતિ અને સતત પરિવર્તનનું પ્રતીક છે.
તે લોકશાહીના ચક્રના શક્તિશાળી પ્રતીક તરીકે સેવા આપે છે જે લોકશાહી આદર્શોની સ્થિતિસ્થાપકતા અને સમાજમાં પ્રગતિ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.