રાજ્યમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે.તો ગત રાત્રે કેટલાય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો.સુરતમાં મોડી રાત્રે ભારે વરસાદ થયો હતો.જેમાં અંકલેશ્વરમાં 3 ઈંચ,સુરતના માંગરોળમાં પણ 3 ઈંચ,તો વળી 24 કલાકમાં 151 તાલુકામાં વરસાદ પડ્યો હતો.વલસાડના કપરાડામાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો,તો સુબિરમાં 5 ઈંચ,આહવામાં 4.5 ઈંચ વરસાદ પડ્યો.ધરમપુર અને ખેરગામમાં 4 ઈંચ વરસાદ થયો હતો.રાજ્યમાં 6 તાલુકાઓમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો,11 તાલુકાઓમાં બે ઈંચ જેટલો વરસાદ,14 તાલુકાઓમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો સાથે જ 42 તાલુકાઓમાં એકથી સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.સારા પ્રમાણમાં સરસાદ થઈ જતા ધરતીપુત્રોમાં હર્ષ છવાયો છે.અને મહામુલા કૃષિ પાકને નવ જીવન મળ્યુ છે.