ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મેઘ મહેર વરસાદ વરસી રહ્યો છે.દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે.વરસાદના પગલે મધુબન ડેમમાં પાણીની આવક દર કલાકે 65,380 ક્યુસેક આવક નોંધાઈ.પાણીની આવકમાં વધારો થવાના કારણે ડેમની જળસપાટી વધીને 78.60 મીટરે પહોંચી.ત્યારે ડેમનું જળસ્તર જાળવી રાખવા તંત્ર દ્વારા 8 દરવાજા 1 મિટર ખોલવામાં આવ્યા.