ભારતમાં G-20 સમિટ 2023 ને લઈ અનેક પ્રકારના તૈયારીઓ કરવામાં આવી છે.તેમાં કલા કારીગરો દ્વારા પણ પોતાની કલાના કામણ પાથરી મહેમાનોને આકર્ષિત કરવા પ્રયાસો કરાબો છે.
તેમાં એક મહિલાની ચિત્ર પ્રદર્શની પણ આકર્ષણ રૂપ બની રહી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શાંતિ દેવીએ દિલ્હીમાં મધુબની પેઇન્ટિંગ પ્રદર્શિત કરી હતી.તેમણે તેમના ચિત્રોમાં ઈસરોના સફળ મિશન ચંદ્રયાન-3નું નિરૂપણ કર્યું છે.
તેમણે પોતાની કલા વિશે જણાવ્યુ કે અમારો આખો પરિવાર મધુબની પેઇન્ટિંગ બનાવે છે.આ પેઇન્ટિંગ કાગળ,સૂટ,સાડી વગેરે જેવા પાણી સિવાય બધે જ બનાવવામાં આવે છે.તેમણે કહ્યુ કે મેં ચંદ્રયાનને અખબારમાં પહેલીવાર જોયું અને પછી મારા મનમાં તેને બનાવવાનો વિચાર આવ્યો હતો.