રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર વરસાદનો વધુ રાઉન્ડ શરૂ થયો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી.અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો ધુળ ડમરી સાથે અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો.બાપુનગર,નિકોલ,અમરાઇવાડી,વેજલપુર,સરખેજ,બોપલ,ઇસ્કોન સહિત વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.છેલ્લા 24 કલાકમાં ગુજરાતનાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો.