રાજધાની નવી દિલ્હીમાં આયોજિત G-20 સમિટ આજે 9 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થઈ છે.જેમા ભાગ લેવા US રાષ્ટ્રપતિ જો બિડેનથી લઈને બ્રિટનથી ઋષિ સુનક સહિત અન્ય ઘણા દેશોના વડાઓ બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા છે.ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની યજમાની કરી તેમને આવકારતા એક નવો રેકોર્ડ તેમના નામે કર્યો.વડાપ્રધાન નરેન્દ્રમોદી દેશના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે જેમણે ત્રણ અમેરિકન રાષ્ટ્રપતિઓનું ભારતમાં સ્વાગત કર્યું છે.
રાજધાની નવી દિલ્હીમાં આયોજિત G-20 સમિટ આજે 9 સપ્ટેમ્બર આજે શનિવારથી શરૂ થઈ છે.રાષ્ટ્રપતિ જો બિડેનથી લઈને ઋષિ સુનક અને અન્ય ઘણા દેશોના વડાઓ બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા છે.ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની યજમાની કરી અને એક મોટો રેકોર્ડ તેમના નામે કર્યો હતો.
નોંધનિય છે કે વડાપ્રધાન મોદી દેશના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે જેમણે 3 અમેરિકન રાષ્ટ્રપતિઓનું ભારતમાં સ્વાગત કર્યું છે.ચાલો જાણીએ એવા તમામ અમેરિકન રાષ્ટ્રપતિઓની યાદી કે જેઓ અગાઉ ભારતની મુલાકાતે આવ્યા છે અને તેમનું સ્વાગત કરનારા વડાપ્રધાન બન્યા છે.
ભારતની આઝાદી બાદ માત્ર 8 અમેરિકી રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા છે.વર્ષ 1959માં અમેરિકાના રાષ્ટ્રપતિ આઈઝનહોવર ભારત આવ્યા હતા.તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમનું સ્વાગત કર્યું હતું.આ પછી વર્ષ 1969માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન રિચર્ડ નિક્સન ભારતની મુલાકાતે આવ્યા હતા.આ પછી 1978માં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના કાર્યકાળ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જીમી કાર્ટર ભારતની મુલાકાતે આવ્યા હતા.તો બિલ ક્લિન્ટન-બુશની મુલાકાત મહત્વપૂર્ણ હતી.
વર્ષ 2000માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ભારતની મુલાકાતે આવ્યા હતા.આ પછી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળમાં જ્યોર્જ ડબ્લ્યુ બુશે 2006માં ભારતની મુલાકાત લીધી હતી.આ બંને નેતાઓની મુલાકાતે ભારત-અમેરિકા સંબંધોમાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો હતો.આ પછી 2011માં મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન બરાક ઓબામાએ પણ ભારતની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળમાં અત્યાર સુધીમાં ત્રણ અમેરિકી રાષ્ટ્રપતિઓનું સ્વાગત કર્યું છે.વર્ષ 2015 માં બરાક ઓબામા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે બીજી વખત ભારતની મુલાકાતે આવ્યા હતા.આ પછી 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ પણ બે દિવસની ભારત મુલાકાતે આવ્યા હતા.તો હવે 8 સપ્ટેમ્બર, 2023 ના રોજ અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન ભારતની મુલાકાતે આવ્યા છે.આ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે આ ખાસ રેકોર્ડ નોંધાયેલો છે.