G-20 સમિટના પહેલા દિવસે સંગઠનના તમામ સભ્ય દેશોએ નવી દિલ્હી ઘોષણાપત્રને મંજૂરી આપી દીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20ના બીજા સત્રમાં પોતાના સંબોધનમાં કહ્યું, મને સારા સમાચાર મળ્યા છે. અમારી ટીમની મહેનતને કારણે નવી દિલ્હી G20 લીડર્સ સમિટ ઘોષણા પર સર્વસંમતિ સધાઈ છે.હું આ ઘોષણા અપનાવવાનો પ્રસ્તાવ મૂકું છું અને હું આ ઘોષણા સ્વીકારું છું. આ પ્રસંગે,હું અમારા શેરપાઓ,મંત્રીઓને અભિનંદન આપું છું,જેમણે આ માટે સખત મહેનત કરી અને તેને શક્ય બનાવ્યું છે.
નવી દિલ્હીની ઘોષણાને “ઐતિહાસિક અને પાથ બ્રેકિંગ” ગણાવતા G-20 શેરપા અમિતાભ કાંતે કહ્યું કે ભારતને ટકાઉ પર મજબૂત,ટકાઉ,સંતુલિત અને સમાવેશી વિકાસને વેગ આપતી પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરતા તમામ વિકાસલક્ષી અને ભૌગોલિક-રાજકીય મુદ્દાઓ પર “100 ટકા” સર્વસંમતિ મળી છે.
ભારતમાં જી-20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”એક સારા સમાચાર મળ્યા છે કે અમારી ટીમની સખત મહેનત અને તમારા બધાના સહકારને કારણે,G-20 લીડર્સ સમિટની ઘોષણા પર સમજૂતી થઈ છે.હું પ્રસ્તાવ કરું છું કે નેતાઓની ઘોષણા પણ અપનાવવું જોઈએ.હું પણ આ ઘોષણા અપનાવીશ તેમ પણ હું જાહેર કરું છું.”