હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.જેના કારણે ડાંગ જિલ્લામાં સાપુતારા સહિતના વિસ્તારોમાં સહેલાણીઓ ઉમટી પડયા ત્યારે વરસાદી વાતાવરણમાં ડાંગ જિલ્લામાં આવેલા ગીરા ધોધનો સુંદરતામાં વધારો જોવા મળ્યો.