વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ PM ઋષિ સુનક અને જાપાનના PM ફુમિયો કિશિદા સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.આ બેઠક દરમિયાન વ્યાવસાયિક સંબંધોને મજબૂત કરવા અને રોકાણને પ્રોત્સાહન આપવાના માર્ગો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ઋષિ સુનકે ભારતમાં G-20 ના સમાપન પર રેકોર્ડ આબોહવા સહાય પ્રતિબદ્ધતાની જાહેરાત કરી હતી.યુકે ગ્રીન ક્લાઈમેટ ફંડને $2 બિલિયન આપશે,જે યુકે દ્વારા વિશ્વને આબોહવા પરિવર્તનનો સામનો કરવામાં મદદ કરવા માટે કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી સિંગલ ફંડિંગ પ્રતિબદ્ધતા છે.યુકે ગ્રીન ક્લાઈમેટ ફંડ GCF માં £1.62 બિલિયન એચલે $2 બિલિયનનું યોગદાન આપશે,જેની સ્થાપના 194 દેશો દ્વારા COP-15 ખાતે કોપનહેગન સમજૂતી બાદ કરવામાં આવી હતી.