ભારતમાં G20 સમિટ 2023નું આજે સમાપન થયુ છે.સંમેલનના આજે બીજા અને અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ નવેમ્બર સુધી G20 નું પ્રમુખપદ ભારત પાસે છે.
આ બે દિવસોમાં તમે ઘણી બધી બાબતો અને પ્રસ્તાવો મુક્યા છે.જે સૂચનો આવે છે અને તેમની પ્રગતિને કેવી રીતે વેગ આપી શકાય તે જોવાની જવાબદારી આપણી છે.હું દરખાસ્ત કરું છું કે અમે નવેમ્બરના અંતમાં G 20 નું બીજું વર્ચ્યુઅલ સત્ર યોજીએ.આમાં આપણે આ સમિટ દરમિયાન નક્કી કરાયેલા વિષયોની સમીક્ષા કરી શકીએ છીએ.
અમારી ટીમ આ તમામ વિગતો તમારી સાથે શેર કરશે.મને આશા છે કે તમે બધા તેની સાથે જોડાઈ જશો.સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે હું બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયોને મારી હાર્દિક શુભેચ્છાઓ આપું છું અને તેમને G-20 નું પ્રમુખપદ સોંપું છું.