વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આગામી 17 સપ્ટેમ્બરે છે.તે નિમિત્તે એક વિશેષ આયોજન દેશના આરોગ્ય વિભાગે કર્યુ હોવાનું કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેર કર્યુ છે.
તેમણે જણાવ્યુ કે અમે નક્કી કર્યું છે કે આ અવસર પર અમે ” આયુષ્માન ભવ ” અભિયાન ચલાવીશું અને આ અંતર્ગત અમે આરોગ્ય લક્ષ્ય સેવાને પ્રોત્સાહન આપીશું.દેશભરમાં 1,17,000 થી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો છે.ત્યારે અમે નક્કી કર્યું છે કે ” આયુષ્માન ભવ “અભિયાન હેઠળ આ તમામ કેન્દ્રો પર આયુષ્માન મેળાનું આયોજન કરવામાં આવશે અને તેમાં તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર આપવામાં આવશે.અમે દેશની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવીશું તેમ પણ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ.